સરળ હોવું એ સાધારણ હોવું નથી.
આ વાક્ય જેટલું જીવન માં પ્રસ્તુત છે એના કરતા વધારે રોકાણ ના આયોજન માં પ્રસ્તુત છે.
સરળ પરંતુ અસરદાર વસ્તુ સતત, આયોજનબદ્ધ, શિસ્તબદ્ધ અને ધ્યાનપૂર્વક કરવા માં આવે તો એ ૧૦૦% અસાધારણ પરિણામ લાવી શકે છે. દા..ત.. રોજ એક નવો શબ્દ શીખવો તમને વર્ષ માં ૩૬૫ નવા શબ્દો ઉમેરી આપશે જે એવરેજ વ્યક્તિ કરતા તમારી ભાષા પર ની પકડ અને ઊંડાઈ ને મજબૂત કરી શકે છે.
એવી જ રીતે રોકાણ ને લઇ ને એક સરળ આયોજન કરવા માં આવે અને જો તેને શિસ્તબદ્ધ અને ધ્યાનપૂર્વક અનુસરવામાં આવે તો ચોક્કસ થી અસાધારણ પરિણામ મળી શકે.
રોકાણ નું આયોજન એટલે શું? તો સાદી સમાજ લઈએ તો તમારા અત્યાર ના અને ભવિષ્યના નાણાકીય પશ્નો ના સંતોષકારક જવાબ મળે એને આપણે રોકાણ નું આયોજન કહીશુ.
ઉદાહરણ તરીકે:
૧) મારે ફરવા જવું છે તો પૈસા ક્યાં થી આવશે?
૨) મારા બાળક ને ૧૦માં અને ૧૨ માં ધોરણ માં ટ્યુશન ના પૈસા ક્યાં થી આવશે?
૩) મારી જોબ જતી રહેશે તો હું શું કરીશ?
૪) મારો ધંધો મંદો થઇ જશે તો હું શું કરીશ?
૫) ઘર માં કોઈ આકસ્મિક ખર્ચ આવશે તો હું શું કરીશ?
૬) કોઈ હોસ્પિટલ નો ખર્ચ આવશે તો હું પૈસા ક્યાં થી લાવીશ?
૭) મારી પાસે અત્યારે ઘણા પૈસા છે અને મારે દાન-પુણ્ય કરવું છે તો હું કેવી રીતે કરી શકું?
૮) મારુ અને મારા બાળકો નું ભવિષ્ય હું કેવી રીતે સુરક્ષિત કરીશ?
૯) એવું શું કરી શકું કે આજે પણ હું શાંતિ થી પૈસા વાપરી શકું અને આવતી કાલ પણ સુરક્ષિત રહે?
૧૦) એવું શું કરી શકું કે પૈસા ને લઇ ને મને ટેન્શન ના થાય?
આવા તો ઘણા બધા પ્રશ્નો છે જેનો જવાબ એક સરળ રોકાણ આયોજન આપી શકે છે. તમે તમારી જરૂરત ના આધારે તમારું રોકાણ નું આયોજન કરી શકો છો અને જીવન માં થતા ફેરફાર સાથે એને એડજસ્ટ પણ કરી શકો છો.
સરળ આયોજન તમને અસાધારણ નાણાકીય સફળતા તરફ દોરી જશે.
તમારા પશ્નોના જવાબ આપવા અને એના વિશે લખવા માટે હું આતુર છું.
તમારા પ્રશ્નો મને મારા નંબર પર વૉટ્સએપ અથવા મારા ઈ-મેઈલ પર મોકલશો.
વૈભવ બકુલકુમાર ગાંધી
મોબાઇલ : 9825500195
ઈ-મેઈલ: vaibhav.gandhi@gmail.com
AMFI રજીસ્ટર્ડ મ્યુચુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર
CFGP – સર્ટિફિકેટ ઈન ફાઇનાન્શ્યલ ગોલ પ્લાનિંગ
AFGP – એડવાન્સ ફાઇનાન્શ્યલ ગોલ પ્લાનિંગ
Leave a Reply