આજના સમયમાં જ્યારે આપણે આસપાસ War (યુદ્ધ) અને Global Uncertainty ના સમાચાર સાંભળીએ છીએ, ત્યારે રોકાણકાર તરીકે મનમાં ફાળ પડવી સ્વાભાવિક છે. “શું મારે મારા પૈસા પાછા ખેંચી લેવા જોઈએ?” – આ પ્રશ્ન દરેકના મનમાં થાય છે.
પણ, ડેટા કંઈક અલગ જ વાત કહે છે. શેરબજારમાં Short-term માં ગમે તેટલી ઘટતા આવે, Long-term માં હંમેશા Wealth ક્રિએટ થાય છે.
૧. સમય જ બધું છે (Time in the Market is everything)
નીચેના આંકડા દર્શાવે છે કે જો તમે લાંબા સમયથી SIP દ્વારા રોકાણ કરી રહ્યા છો, તો આજે માર્કેટમાં ગમે તેટલી નેગેટિવિટી હોય, તમારું વળતર (Returns) પોઝિટિવ જ છે.
૫ વર્ષના રોકાણનું પરિણામ
(દર મહિને ₹ 10,000 ની SIP મુજબ કુલ રોકાણ: ₹6,00,000)
| Category Name | Current Value | Return% (CAGR) |
|---|---|---|
| Mid Cap | ₹8,18,179 | 12.67% |
| Value Oriented | ₹7,83,481 | 10.92% |
| Large & Midcap | ₹7,76,023 | 10.50% |
| Small Cap | ₹7,73,731 | 10.37% |
| Multi Cap | ₹7,66,057 | 9.94% |
| Flexi Cap | ₹7,41,388 | 8.59% |
૭ વર્ષના રોકાણનું પરિણામ
(દર મહિને ₹ 10,000 ની SIP મુજબ કુલ રોકાણ: ₹8,40,000)
| Category Name | Current Value | Return% (CAGR) |
|---|---|---|
| Small Cap | ₹15,59,462 | 17.63% |
| Mid Cap | ₹15,39,799 | 17.27% |
| Multi Cap | ₹14,16,079 | 14.90% |
| Value Oriented | ₹14,08,250 | 14.73% |
| Large & Midcap | ₹13,86,225 | 14.29% |
| Flexi Cap | ₹12,94,113 | 12.25% |
૨. વોલેટિલિટી vs સ્થિરતા (Resilience)

- વોલેટિલિટી એક વાદળો છે: ટૂંકા ગાળાની ચિંતા (Storm cloud) થોડા સમય માટે આવી શકે છે, પણ તે કાયમી નથી.
- મજબૂત મૂળ (Deep Roots): જો તમારા રોકાણના મૂળ ઊંડા અને મજબૂત હશે, તો તે ગમે તેવા વાવાઝોડા સામે ટકી જશે. અને આ જ સમય છે જ્યારે ડર્યા વગર રોકાણ કરી અને મૂળ ને મજબૂત કરી શકાય.
- કમ્પાઉન્ડિંગનો જાદુ: ફક્ત ૨ વર્ષ વધારે ધીરજ રાખવાથી (૫ વર્ષના બદલે ૭ વર્ષ) તમારી સંપત્તિમાં લાખોનો વધારો થઈ શકે છે.
૩. અત્યારે શું કરવું જોઈએ?
જ્યારે માર્કેટ નીચે જાય છે, ત્યારે તમારી SIP દ્વારા તમને વધુ Units મળે છે. તે એક ‘સેલ’ (Sale) જેવું છે. ગભરાઈને રોકાણ બંધ કરવાના બદલે, તેને ચાલુ રાખવું એ જ સમજદારી છે.
યાદ રાખો: માર્કેટમાં ક્યારે એન્ટ્રી લેવી એ મહત્વનું નથી, પણ તમે કેટલો સમય માર્કેટમાં Invested રહો છો એ જ તમારી સંપત્તિ નક્કી કરે છે.
Vaibhav Bakulkumar Gandhi
AMFI registered mutual fund distributor
AFGP – Advanced financial goal planning
CFGP – Certificate in financial goal planning
Contact: 9825500195